ત્રણેય આરોપી મને રણમાં ગાડીમાં નાખી બાઇકમાં નાસી છૂટ્યા હતા

Patdi News - all the three accused had escaped in a deserted vehicle in a desert 065511
Patdi News - all the three accused had escaped in a deserted vehicle in a desert 065511
Patdi News - all the three accused had escaped in a deserted vehicle in a desert 065511

DivyaBhaskar News Network

May 24, 2019, 06:55 AM IST
દસાડાના યુવાનના અપહરણ અને લૂંટ કેસમાં પોલીસે ફરીયાદીના ભાઇ સહિત ચારેય આરોપીઓને ઝબ્બે કર્યા હતા. આ કેસના ફરીયાદીએ જણાવ્યું કે, ત્રણેય અપહરણકર્તા મને રણમાં ગાડીમાં નાખી બાઇકમાં નાસી છૂટ્યા હતા તો એ બાઇક સવારની દિશામાં પણ તપાસ થવી જોઇએ.

દસાડા ગામે રહેતા મહંમદભાઇ ફૈઝુભાઇ કુરેશીને 25થી 30 વર્ષના ત્રણ અજાણ્યા શખ્સો એની જ ગાડીમાં રણમાં વાછડા દાદાના મંદિરે જવાનું કહીને અપહરણ કરી ઝીંઝુવાડા રણમાં લઇ ગયા હતા. જેમાં આ ત્રણેય શખ્સોએ મહંમદભાઇ કુરેશીને હાથ, પગ અને મોંઢુ બ‍ાંધી એના બન્ને પગ લાકડીઓ વડે ભાંગી નાખી પલાયન થઇ ગયા હતા. મહંમદભાઇ કુરેશીએ પોતાના સગાભાઇ અયુબ ફૈઝુભાઇ કુરેશી સહિત અજાણ્યા ત્રણ શખ્સો વિરૂદ્ધ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. દસાડા પોલીસે આ કેસમાં મહંમદભાઇ કુરેશીના સગા ભાઇ અયુબ કુરેશીની અટક કરી અન્ય ત્રણ આરોપીઓ જયેશ હિંમતભાઇ પરમાર, અજયભાઇ સોમાભાઇ દેહુનીયા, અને સમીર અબ્બાસભાઇ દિવાનની દસાડા પોલીસે અટક કરી હતી.

આ કેસના ફરીયાદી મહંમદભાઇ ફૈઝુભાઇ કુરેશીએ જણાવ્યું કે, મને ત્રણ શખ્સો મારી જ ગાડીમાં રણમાં લઇ જઇ ઘાતક હુમલો કરી મને ગાડીમાં નાખી બાઇકમાં ફરાર થઇ ગયા હતા. આથી આ લૂંટ અને અપહરણ કેસમાં રણમાં બાઇક ક્યાંથી આવ્યું અને બાઇક લઇને આવનાર શખશ કોણ હતુ એ દિશામાં પણ ન્યાયીક તપાસ થવી જોઇએ.

જયેશ પરમાર

અજય દેહુનીયા

સમીર દિવાન

X
Patdi News - all the three accused had escaped in a deserted vehicle in a desert 065511
Patdi News - all the three accused had escaped in a deserted vehicle in a desert 065511
Patdi News - all the three accused had escaped in a deserted vehicle in a desert 065511
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી