રાજુલામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, 400 દર્દીઓની તપાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામા ગાયત્રી શકિત પીઠ ખાતે ગુજરાત પીપાવાવ પોર્ટ અને એપીએમ ટર્મિનલના સહયોગથી વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરાયુ હતુ. જેમા 400 ઉપરાંતના દર્દીઓની તપાસ કરવામા આવી હતી.

ગાયત્રી શકિત પીઠ ખાતે આયોજીત નેત્રનિદાન કેમ્પમા 260 દર્દીઓને તપાસવામા આવ્યા હતા. જે પૈકી મોતીયાના ઓપરેશન લાયક 55 દર્દીઓને ઓપરેશન માટે મોકલવામા આવ્યા હતા. આ ઉપરાંત અહી જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે ચશ્મા અને દવા અપાઇ હતી. આ ઉપરાંત હોમીયોપેથિક અને આયુર્વેદિકના કુલ 172 દર્દીઓની તપાસ કરવામા આવી હતી.

અહી તમામ દર્દીઓને આઠ દિવસથી લઇને ત્રણ માસ સુધીની દવાઓ ડો.જીજાળા, ડો.ભટ્ટ, ડો.દોશી દ્વારા આપવામા આવી હતી. આ ઉપરાંત અહી દાંતના રોગોના 15 દર્દીઓની સારવાર કરવામા આવી હતી. અહી ડો. નરેશ હડીયાએ સેવા આપી હતી. કેમ્પમા દર્દીઓને ભોજન સવારે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરાઇ હતી. તસવીર-કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...