તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઢીંચ્યો તો10 હજારનો દંડ અને વેચ્યો તો નાત બહાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી તાલુકાના પાણશીણા અને નળકાંઠા વિસ્તારના છેવાડાના રાણાગઢ ગામ ખાતે એટીવીટી કાર્યક્રમ અંતર્ગત પોલીસ અને ગ્રામજનો વચ્ચે સીધો લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પાણશીણામાં લોકોની હાજરી વચ્ચે ગ્રામજનોએ જુગાર, દારૂના અડ્ડા નાશ કરી ગ્રામીણ યુવાધનને આવા દૂષણોથી બચવા માટે વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માગ કરી હતી સાથે જ પાણશીણા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા ઘરફોડી ચોરીના બનાવો રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ તેજ કરવા જણાવ્યું હતું. પાણશીણા કાર્યક્રમ પૂર્ણ કરી નળકાંઠા વિસ્તારના છેવાડાના રાણાગઢ ગામ ખાતે પોલીસ કાફલો પંહોચ્યો હતો. રાણાગઢ વાસીઓએ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા, ડીવાયએસપી ડી.બી.બસીયા, પાણશીણા પીએસઆઈ ડી.જે. ઝાલા સહિત પોલીસ સ્ટાફનું સ્વાગત કરી લોક સંવાદ કાર્યક્રમની શરૂ કર્યો હતો. જેમાં રાણાગઢ, નાનીકઠેચી અને પરાલી ત્રણેય ગામોમાં પઢાર સમાજમાં જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં દેખાય તો પહેલી વાર 2 હજાર અને બીજીવાર 5 હજાર અને ત્રીજીવાર 10 હજારનો દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે. અને સાથે સાથે જો કોઈ પઢાર સમાજનો વ્યક્તિ દારૂ વહેંચતો ઝડપાય તો તેને નાત બહાર કરવાનો કઠોર નિર્ણય લીધો છે. જેથી સમાજના લોકો છેલ્લા બે મહિનાથી દારૂના દૂષણથી દૂર થયા હોવાની ચર્ચા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...