લખતર દવાખાનામાં આયુષ વિભાગ બંધ થતાં પરેશાની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર સરકારી હૉસ્પિટલે આયુષ મંત્રાલયના દ્વારા ચલાવાતો આયુષ વિભાગ બંધ કરી દેતા દર્દીઓને પરેશાની થઇ રહી છે. જેમાં અહીં સારવાર લેતા અને લેવા આવતા દર્દીઓને બારણે તાળા જોવા મળતા વીલામોંએ પરત ફરવાનો આવતા રોષ ફેલાયો છે.

ભારત સરકાર દ્વારા લોકોના આરોગ્ય સેવા માટે યોજનાઓ બહાર પાડી તેના પ્રચાર માટે ખર્ચ કરાય છે. પરંતુ લખતર સરકારી દવાખાનામાં આવેલ ભારત સરકારનાં આયુષ મંત્રાલય સંચાલીત આયુષ વિભાગને તાળા મારી દેવાયા છે. જેમાં સરકારી તિજોરી પર બોજ ઓછો પડે તેવા આશયથી આ વિભાગનાં કર્મચારીઓને છુટા કરી તમામ નવા કર્મચારીઓ માટે આઉટસોર્સીગ સેવાઓને સોંપી દેવામાં આવતાં લખતર ખાતેનો આયુર્વેદ વિભાગ હિસાબી નવા વર્ષથી બંધ જોવા મળે છે. આ અંગે કાયમી સારવાર લેતા દર્દી સંધ્યાબેન, ફુલકુબેન સહિતનાએ જણાવ્યું કે છેલ્લા મહિનાઓથી દવાઓની અછત જોવા મળે છે. કેટલીક દવાઓ ન હોવાથી બીજી દવાઓ અપાય છે. સારવાર લેતા દર્દીઓના હિતને ધ્યાને લઇ આયુષ વિભાગને ફરી ચાલુ કરે તેવી માંગણી છે.

આ અંગે લખતર સા.આરોગ્ય કેન્દ્રનાં ઇન્ચાર્જ અધિક્ષક ડૉ.નયન સાપરાએ જણાવ્યું કે આ વિભાગનાં આઉટસોર્સીગ સેવાઓના કર્મીઓ માટે કેટલાંક નિયમો બનાવ્યા હોવાથી હાલમાં આ વિભાગ બંધ છે.

દર્દીઓને ધરમ ધકકો ખાઇને પરત ફરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...