તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ રામપુરા(ભંકોડા)ની શાળા મુલાકાત લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમે રામપુરા(ભંકોડા)ની ઓંચિતી મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અધિકારીઓએ પ્રાથમિક શાળામાં આરોગ્ય, શિક્ષણ સહિત વિભાગના અધિકારી અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને તેઓ સાથે ચર્ચા કરી હતી. અમદાવાદ જિલ્લાના દેત્રોજ- રામપુરા તાલુકાના રામપુરા(ભંકોડા)માં શુક્રવારે અરૂણ મહેશબાબુ (જિલ્લા વિકાસ અધિકારી), રીટાબેન પટેલ (નાયબ જિલ્લા વિકાસ અધિકારી) સહિતની ટીમે ઓચિંતી મુલાકાત લીધી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા સહિતના કર્મચારીઓ સાથે પ્રાથમિક શાળાના મેદાનમાં બેઠક યોજી હતી. કર્મચારીઓને જરૂરી સૂચન કર્યુ હતું. બીજી બાજુ અધિકારીઓની મુલાકાત અંગે માહિતી મળતા જ દેત્રોજ વિકાસ અધિકારી એસ.કે. મેણાત સહિતના કર્મચારીઓ રામપુરા(ભંકોડા) દોડી આવ્યા હતા.તસવીર-રાજુ શર્મા

અન્ય સમાચારો પણ છે...