તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્રના મૃત્યુ બાદ માવતર બની પુત્રવધૂનું કન્યાદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા પટેલ પરિવારે સમાજને પ્રેરણારુપ કાર્ય કર્યું છે ત્રણ માસ પહેલા જ પુત્રના નિધન થી વિધવા બનેલ પુત્રવધૂ દુઃખના દરિયામાં ડૂબેલી ન રહે તે માટે પુત્રી રૂપે સ્વીકારી અમરેલીના સૂર્ય પ્રતાપ ગઢ ના યુવાન સાથે લગ્ન કરાવી ભારે હૈયે વિદાય આપતા કઠણ કાળજાનો માનવી પણ રડી પડ્યો હતો.

દુઃખને સુખમાં કેમ પરિવર્તન કરવું તેવી શિખામણો ઘણા વિદ્વાનો આપતા હોય છે પરંતુ મોવિયાના ચંદુભાઈ કાલરીયા અને તેમના પત્ની રસિલાબેને આ કઠિન પરિવર્તન કરી બતાવી સમાજને પ્રેરણા આપી છે. મોવિયામાં મોબાઇલ રીપેરીંગ ની દુકાન ચલાવતા પરીવાર ના લાડકવાયા પુત્ર અમિત (ઉંમર વર્ષ 29 )નું ત્રણ માસ પહેલા જ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું વિધવા બનેલી પુત્રવધુ આરતી (ઉમર વર્ષ 26) દુઃખના દરિયા માં ડૂબી આ જીવન પસાર કરે તે સાસરિયાઓને મંજૂર ન હતું. પુત્રવધૂનો નિભાવ પુત્રીની જેમ જ કરવાનો નિર્ધાર કર્યો અને અમરેલી જિલ્લાના સૂર્ય પ્રતાપ ગઢ ગામના યુવાન મહેશ સોળીયા સાથે ધામધૂમથી લગ્ન કરાવી આપતા કન્યા વિદાય વેળાએ કઠણ કાળજાના માનવી ની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી હતી.

જેઠ હિતેશભાઈ અને જેઠાણી હીનાબેન દ્વારા આરતીબેન નું કન્યાદાન દેવાયું હતું આ લગ્ન વિધિ માટે કડવા પટેલ સમાજ મોવિયા દ્વારા નિશુલ્ક સેવા અપાઇ હતી.

દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. પુત્રવધુનું કન્યાદાન કરી સાસુ-સસરાએ અને બે બાળકો સાથે પુત્રવધુને સ્વીકારી પતિ સહિતના સાસરિયાએ દીકરી વહાલનો દરિયા સુત્ર સાકાર કર્યું છે. તસવીર : હિમાંશુ પુરોહિત

બન્ને સાસરિયાની દરિયા દિલીથી પુત્રવધૂ ધન્ય થઇ
કહેવાય છે કે વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી ઈશ્વર દુઃખના દરિયા વચ્ચે પણ સુખનો સમુદ્ર આપી દે છે. આરતીબેનને મોવિયાના સાસરિયાઓએ પુત્રવધુમાંથી પુત્રી બનાવી જ્યારે સૂર્યપ્રતાપગઢ ના સાસરિયાઓએ બંને સંતાનો સાથે આરતીબેનને અપનાવ્યા છે. મોવિયાના સાસરિયાઓએ સ્ત્રીધન ઉપરાંત તમામ કરિયાવર આપી માવતર ની ફરજ અદા કરી છે.

અન્ય સમાચારો પણ છે...