તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખલાસીઓના ચેકિંગ બાદ બોટને દરિયામાં જવાની સૂચના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખલાસીઓના ચેકિંગ બાદ બોટને દરિયામાં જવાની સૂચના
હાઇએલર્ટ અને સરહદ પરની સ્થિતિના પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડે દ્વારકાના તમામ ફિશરિઝ ગાર્ડને મત્સ્ય કેન્દ્ર પરથી મૂવમેન્ટ થતી તમામ બોટ,ડોક્યુમેન્ટ અને ખલાસીઓને ચેક કર્યા બાદ જ દરિયામાં જવા દેવાની સૂચના આપવામાં આવી છે. જેમાં કોઈ પણ જાતની ચૂક ન થાય તેની ખાસ કાળજી લેવા ગુજરાત મેરીટાઇમ બોર્ડે દરેક બોટ માલિકોને કડક સૂચના આપી છે. કોઈ પણ અજાણી બોટ કે અજાણ્યા શખ્સો દેખાય તો તુરંત જ માછીમાર ભાઈઓએ તંત્રને જાણ કરવા અને કોઈ પણ અજાણી વ્યક્તિને બોટમાં ન બેસાડવા પણ તાકીદ કરાઇ છે.

પાક. જળસીમા નજીક ન જવા બોટમાલિકોને તાકીદ
દરિયામાં માછીમારી કરતા બોટમાલિકોને કોઈપણ સંજોગોમાં પાકિસ્તાની જળસીમા નજીક ન જવા જીએમબીએ સૂચના આપી છે. સાથો સાથ અસલી ડોક્યુમેન્ટ તપાસ્યા સિવાય કોઈ પણ ખલાસીનું નામ ન ચડાવવા જણાવ્યું છે. હાલ દ્વારકાના તમામ બંદર પર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, ઓખા મેરીટાઇમ બોર્ડ દ્વારા તમામ બંદર સલામત હોવાનું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો