તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલ્લભીપુર પાલિકાનો ઇજનેર 65 હજારની લાંચ લેતા જબ્બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુર બ્યુરો |ભાવનગર |27 ફેબ્રુઆરી

વલભીપુર નગરપાલીકાના બાંધકામ ઈજનેર નવા બાંધકામ કરતી પેઢીનાં ભાગીદાર પાસેથી શીવાલય બંગ્લોઝ અને શોપીંગ સેન્ટરના બાંધકામના પ્લાન-નકશા મંજુર કરવા માટે રૂા.65 હજારની લાંચ લેતા ભાવનગર એન્ટી કરપ્શન શાખા દ્વારા સફળ ટ્રેપમાં ઝડપાઇ ગયા હતા.

વલભીપુર નગરપાલીકા બાંધકામ શાખામાં કરાર આધારીત ઈજનેર તરીકે ફરજ બજાવતા હાર્દિક મનજીભાઇ પટેલ દ્વારા વલભીપુર શહેર ખાતે શિવાલય બીલ્ડર્સની પેઢી થી મકાનો અને દુકાનોનું બાંધકામ કરતા હોય અને ફરીયાદી ને મકાન-દુકાનનું બાંધકામ પ્લાન સરકારનાં નિયમ મુજબ ફી રૂ.400-500 થાય છે. પરંતુ આ કામના આરોપી ઈજનેરે ફરીયાદી પાસે 50 બંગલા મુજબ એક બંગલાના રૂા.7500/- લેખે રૂા.3,75,000/-ની લાંચની માંગણી કરી હતી. જે અંતે રૂ.2,90,000/- આપવાનું નક્કિ થયેલ જે પૈકી રૂ.2.25.000/- બે હપ્તે આપી દીધેલ હતા. બાકીના રૂ.50,000/- મકાન પ્લાન અને રૂ.15000/- દુકાનોના પ્લાન પાસ કરવાનાં મળી કુલ રૂ.65,000/- ની લાંચ ની માંગણી કરતા જે ફરીયાદી એ લાંચ આપવા માંગતા ન હોય અને ફરીયાદી એ ભાવનગર એન્ટી કરપ્શન શાખાનો સંર્પક કરતા અધિકારી પોલીસ ઈન્સપેકટર ઝેડ.પી.ચૌહાણે ટ્રેપ ગોઠવી આરોપી ને લાંચની રકમ સ્વીકારવા માટે ભાવનગર હિમાલયા મોલ,હોટલ સીટી પ્રાઇડ સામે બોલાવવામાં આવ્યો હતો આ માંગણી મુજબની તમામ રકમ ફરીયાદીએ આરોપી ઈજનેરને ચુકવી આપેલ જે રકમ સ્વીકારતા એ.સી.બી.એ રંગે હાથે તમામ રકમ સાથે ઝડપી લેવા સાથે રૂ.65 હજારની રકમ રીકવરી પણ કરી હતી. આ કામગીરીમાં એસસીબીના પી.આઇ ચૌહાણ તથા સ્થાફ જોડાયો હતો. આમ વલભીપુર નગરપાલિકામાં ઇજનેર તરીકે ફરજ બજાવતા હાર્દીક પટેલને ભાવનગરના એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો