કમ્પ્યુટરાઇઝેશન બાદ વલ્લભીપુરના ખેડૂતોની દુવિધા ઘટનાને બદલે વધી
વલભીપુર તાલુકાનાં અસંખ્ય ખેડુતોને જયારે તલાટી કમ મંત્રી મારફત હસ્ત લીખીત રેવન્યુ રેકર્ડ નિભાવામાં આવતું હતું. ત્યારે ખેડુતોને જયારે કોઇપણ પ્રકારનું જુનું રેકર્ડ જોઇતુ હોય ત્યારે મળી રેહુતું અને હજુ પણ સન 2004ની સાલ પૂર્વેનું રકેર્ડ સરકારી વહીવટી તંત્ર આપી શકે છે.
અલબત, વર્તમાન સમયમાં એટલે કે, 2004 થી રેવન્યુ રેકર્ડ કમ્પ્યુટરાઇઝડ કરવામાં આવ્યું ત્યારથી ખાતેદાર ખેડુતો 2004 પછી પોતાની જમીન તબદીલ કરેતો તે તબદલી કરેલ જમીનનું 7/12 તથા 8-અ તબદીલ થયા પછી તે જુના વર્ષમાં તે જમીનનાં માલિક હતાં. તે મતલબનું રેવન્યુ રેકર્ડ હાલ ઇ-ધરા કેન્દ્ર ખાતે કમ્પ્યુટરાઇઝડ નકલ મળી નકલ મળી શકતું નથી. તો કમ્પ્યુટરાઇઝડરેકર્ડમાં પણ જે તે ખેડુત જે તે ખેડુત જે ખાતા નંબર અને અને રેવન્યુ સર્વે નંબરનાં માલિક અને કબજેદાર તરીકે હોય તેટલા પાછલા વર્ષનું રેકર્ડ ડેટા એન્ટ્રી રહે તો ખેડુતોને જરૂરીયાત ઉપસ્થિત હોય.ત્યારે આપી શકાય. તેવી માંગણી સાથે ઘટતી કાર્યવાહી કરવા માટે સરકારમાં વલભીપુર તાલુકાના ખાતેદાર ખેડુતો દ્વારા સંબંધીત તંત્રને અવાર નવાર લેખીત અને મૌખીક રજુઆતો કરવામાં આવી છે.