તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા અને હળવદમાં અઠવાડિયા બાદ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા પંથકમાં એક અઠવાડિયાના વિરામ બાદ ગુરૂવારે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બપોરના વાતાવરણ પલ્ટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ધ્રાંગધ્રા શહેર તથા તાલુકાના નારીચાણા, નવલગઢ, ખાડા, ધોળી, સીતાપુર, જસાપર, ધોળી સહિતના ગામોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જયારે લાઇટો ગુલ થઇ ગઇ હતી. પરંતુ ગરમીવાળા વાતાવરણમાં વરસાદ પડતાં લોકો બફારાથી રાહત મળી હતી.

બીજીતરફ હળવદમાં ગુરૂવારે મોડી સાંજે આકાશમાં વાદળો ઘેરાઇ આવ્યા હતા. અને સાંજે કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થતા શહેરના નિચાળવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તાર રાણેકપર, ઘનશ્યામપુર, કોયબા, સુખપર, કવાડીયા, શકિતનગર, વેગડવાવ, બુટવડા સહિતના મોટી ભાગના ગામોમા વરસાદી ઝાપટું પડયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...