તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારનાં છાછર ગામમાં સાત વર્ષની બાળા પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તાલાલા રહેતા એક પરિવારની સૌથી મોટી પુત્રીની સગાઇ કોડીનાર તાલુકાના છાછર ગામે થઇ હતી. મોટી પુત્રીની નણંદની સગાઇ હોઇ આખો પરિવાર છાછર ગયો હતો. અને બાદમાં પરિવારની સૌથી નાની 7 વર્ષની પુત્રી મોટી બહેન સાથે તેને સાસરે રોકાઇ હતી. ત્યારે મોટી બહેનના કાકાજી સસરાએ બાળકી પર દુષ્કર્મ આચરી બાદમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ કર્યું હતું. આથી બાળકીની માતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, તાલાલાના એક દંપત્તિને 3 પુત્રી અને 1 પુત્ર છે. જેમાં મોટી 17 વર્ષીય પુત્રીની સગાઇ 3 માસ પહેલાં કોડીનાર તાલુકાના છાછર ગામે થઇ હતી. મોટી પુત્રીની નણંદની સગાઇ હોવાથી આખો પરિવાર છાછર ગયો હતો. અને બાદમાં મોટી પુત્રી અને સૌથી નાની 7 વર્ષની પુત્રી છાછર રોકાયા હતા. જ્યારે બાકીના સભ્યો તાલાલા પરત આવી ગયા હતા. દરમ્યાન ગત તા. 8 માર્ચે બપોરના અરસામાં મોટી પુત્રીના કાકાજી સસરાએ 7 વર્ષની બાળા પર નજર બગાડી હતી. તે પોતાને ઘેર લઇ ગયો હતો. જ્યાં તેણે બાળા પર દુષ્કર્મ કરી બાદમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. બનાવ અંગે બાળાએ રડતાં રડતાં મોટી બહેનને વાત કરતાં મોટી બહેને તત્કાળ પોતાની માતાને ફોન કરતાં તે તાલાલાથી છાછર આવી પહોંચી હતી. અને પોતાના વેવાઇને ત્યાં જતાં ભોગ બનનાર બાળા રડવા લાગી હતી. સાથે તેણે મોટી બહેનના કાકાજી સસરા સામે આંગળી ચીંધી તેનું ઘર પણ બતાવ્યું હતું. સાથે પોતાને ગુપ્તભાગે અને પાછળના ભાગે દુ:ખાવો થતો હોવાનું કહેતાં તેની માતા આરોપીને ઘેર ગઇ હતી. અને તેણે ઠપકો આપ્યો હતો. બાદમાં નાની પુત્રીને લઇને તાલાલા પરત આવી પતિને વાત કરી સરકારી દવાખાને સારવાર માટે ખસેડી હતી. જ્યાં તેની કેફિયતના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો. બનાવને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 2 દિવસના રીમાન્ડ પર
સોંપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો