દુષ્કર્મના આરોપીનો કોર્ટ પરિસરમાં આપઘાતનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી સગીરાનું દ્વારકાના ભાવડામાં રહેતા અને પરિણિત યુવક માલરાજ લાખણભાઇ હાજાણી નામના શખ્સે 4 જુન 2012ના રોજ અપહરણ કરી ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.દરમિયાન માલરાજે સગીરાને સાડા ત્રણ મહિના સુધી અલગ અલગ સ્થળે લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યા સબબની સગીરાના પિતાએ દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર પ્રકરણમાં વરવાળા ગામે રહેતા અબુભા ગાગાભા માણેક નામના શખ્સે મદદગારી કરી હોવાનું જાહેર થતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો હતો.દરમિયાન આ પ્રકરણમાં પોલીસે માલરાજની ધરપકડ કરી અદાલતમાં રજુ કરતા અદાલતે તેને જેલહવાલે કર્યો હતો.

સમગ્ર કેસ ખંભાળિયાની સ્પે.પોક્સો અદાલતમાં ચાલતા જામનગર જિલ્લા જેલમાંથી કેદી પાર્ટી સાથે બુધવારે દુષ્કર્મના આરોપી માલરાજને અદાલતમાં હાજર કરાયો હતો.જ્યાં અદાલતમાં સગીરા તથા પિતાએ આરોપીની હાજરીમાં મેજીસ્ટ્રેટ સમક્ષ જુબાની આપી હતી.જુબાની પુર્ણ થતા આરોપી માલરાજને કોર્ટમાંથી બહાર લઇ જવાયો હતો.જે સમયે પોલીસ હજુ આરોપીનો કબ્જો મેળવે તે પુર્વે જ આરોપીએ બ્લેડના ટુકડા વડે પોતાના હાથમાં તથા ગળાના ભાગે ચેકા મારી આપઘાતનો પ્રયાસ કરતા કોર્ટ પરિસરમાં જ લોહી લુહીયાળ હાલતમાં પડી ગયો હતો.

ઘટનાથી પોલીસમાં દોડધામ મચી જતા તાત્કાલીક 108ને જાણ કરી સારવાર માટે જામનગર ખસેડાયો હતો.બનાવથી કોર્ટમાં અને વકીલોમાં ભારે દોડધામ સાથે ચર્ચા જાગી હતી.

લોહીલુહાણ હાલતમાં જી.જી. હાેસ્પિટલમાં ખસેડાયો

દોડધામ : ખંભાળિયા કોર્ટમાં જુબાની પુર્ણ થયા બાદ શરીરે બ્લેડના ચાપા માર્યા
અન્ય સમાચારો પણ છે...