ધ્રાંગધ્રામાં વાહન ચોરીના કેસનો આરોપી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર | રાજકોટ રેન્જ ડીઆઇજીપીએ અલગઅલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા રેન્જમાંએક સ્પેશ્યલ સ્કવોડ બનાવાતા આ રાજકોટ રેન્જ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહનચોરીના ગુનામાં બે વર્ષથી ફરાર બોટાદના સાળંગપુર રોડ પાણીના ટાંકા પાસેના અને હાલ ભાવનગર નાનીચોકડીએ રહેતા વીજય ઉર્ફે ભગો વાલજીભાઇ વાઘેલાને આરકોટ વિસ્તારમાંથી અટક કરી આરકોટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ શખ્સ ભાવનગર, સુરેન્દ્રનગર, જસદણ, ગોંડલ પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના ગુનામાં પકડાયો છે.
અન્ય સમાચારો પણ છે...