તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇવે પર અંધકારથી વારંવાર બનતા અકસ્માતના બનાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિહોરએ સતત વિકસી અને વિસ્તરી રહેલું નગર છે. આ શહેર સમગ્ર ભાવનગર જિલ્લામાં ઔધોગિક દષ્ટિએ અગ્રેસર છે. અહીંથી ભાવનગર –રાજકોટ રાજ્યધોરી માર્ગ પણ પસાર થાય છે પરંતુ હાઇ-વે પર સ્ટ્રીટ લાઇટના અભાવે સિહોરમાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. આથી સિહોરવાસીઓમાં આ બાબતે ભારે રોષ જોવા
મળી રહ્યો છે.

સિહોરમાંથી ભાવનગર-રાજકોટ રાજ્યધોરી માર્ગ પસાર થાય છે ત્યારે આ રોડ પરથી દિવસ દરમ્યાન દ્વારકા, જામ ખંભાળિયા, જામનગર, રાજકોટ, પાલિતાણા, બાબરા, તળાજા, મહુવા સહિતના નાના-મોટા શહેરોમાં જતાં-આવતા બેશુમાર વાહનો પસાર થાય છે. પરંતુ આટલા ટ્રાફિકથી ભરપૂર સિહોરમાં હાઇ-વે પર અમુક જગ્યાએ સ્ટ્રીટલાઇટ જ નથી .! સિહોરમાં હાઇ-વે પર દાદાની વાવથી વિજય પેલેસ સુધી જ સ્ટ્રીટલાઇટની સુવિધા છે. જ્યારે દાદાની વાવથી સર્વોત્તમ ડેરી સુધીનો એકાદ કિલોમીટર જેટલો વિસ્તાર અને વિજય પેલેસથી વળાવડ ફાટક સુધીની સવા કિલોમીટર સુધીનો વિસ્તાર હજી સ્ટ્રીટ લાઇટની સુવિધાથી વંચિત છે ! નગરપાલિકાને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત લાખો-કરોડોની ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે પરંતુ સિહોરમાં સૌથી અગત્યની સમસ્યા ગણાતી સ્ટ્રીટલાઇટની સમસ્યાનું નિરાકરણ જ થતું નથી. હાઇ-વે પર વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટના અભાવે અહીં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. પરંતુ આ દુવિધા દુવિધા જ ન હોય તેમ નગરપાલિકા નગરજનોને આ સુવિધા પૂરી પાડવામાં સાવ વામણું પુરવાર થયું છે. વારંવાર અકસ્માતો ટાળવા હાઇવે પર સ્ટીટલાઇટની સુવિધા જરૂરી છે.

દાદાની વાવથી સર્વોત્તમ ડેરી, વિજય પેલેસથી વળાવડ ફાટક, સુધીના વિસ્તારમાં અંધારપટ્ટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો