Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીંબડી નજીક જાખણ પાસે અકસ્માતમાં રાહદારીનું મોત
લીંબડી હાઈવે પર જાખણ પાસે મોડી રાતે અજાણ્યા વાહનની અડફેટે લેતા રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત યુવકને 108 દ્વારા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં જ યુવાનનું મોત નીપજ્યું હતું. લીંબડી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ અસ્માત અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોની વણથંભી વણઝારનો સીલસીલો અટકવાનું નામ જ નથી લેતો. ત્યારે લીંબડી હાઈવે પરના જાખણ પાસે ગોપાલધામ સાવરીયા હોટલ નજીક અજાણ્યા વાહન ચાલકે ચોરણીયા ગામના 47 વર્ષીય સુખાભાઈ વજુભાઈ સિંધવને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગેની જાણ થતા પાણશીણા 108ના પાયલોટ એચ.એસ.રાણા અને ઈએમટી પ્રતિક રામી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ યુવાન સુખાભાઈ ભરવાડને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે મૃતકના ભાઈ સેલાભાઈ વજુભાઈ ભરવાડે લીબડી પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ પીએસઆઈ એસ.એસ.વરૂ તપાસ ચલાવે છે.
ચોરણીયાના યુવકના મોતથી અરેરાટી
અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ