વઢવાણના મેડિકલ હોલ પાસે ખુલ્લી ગટરને લીધે અકસ્માતોની વણજાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણમાં આવેલ સી.યુ.શાહ મેડીકલ હોલમાં સુરેન્દ્રનગર અને વઢવાણની વિવિધ સંસ્થાઓના સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાતુ હોય છે. આ મેડીકલ હોલના દરવાજા પાસે પાણીના નિકાલ માટે ખુલ્લી ગટર બનાવાઇ છે. પરંતુ આ ખુલ્લી ગટરમાં અવારનવાર વાહનો ખાબકતા હોવાથી અકસ્માત સર્જાય છે. આથી રસ્તાપર ટ્રાફિક જામ સર્જાય છે. આ અંગે વર્ધમાન વિકાસ ગૃપના અમિતભાઇ કંસારા, દિપકભાઇ શાહ, કમલેશભાઇ પટેલ સહિત લોકોએ જણાવ્યુ કે મેડીકલ હોલ પાસે હજુ જગ્યા છે. આથી વધુ સુવિધાની જરૂરીયાત છે. જ્યારે ચોમાસા પાણી ભરાતા કાર્યક્રમમાં આવતા લોકોને ગોઠણડુબ પાણીમાંથી જવુ પડે છે. આ હોલના દરવાજા પાસે ખુલ્લી ગટરમાં વાહનો ખાબકતા અકસ્માત થાય છે. આથી ચોમાસા પહેલા આ પરેશાની દુર કરવા લોક લાગણી અને માંગણી ઉઠી છે.

ચોમાસા પહેલાં યોગ્ય કરવા લોકોમાં ઉગ્ર માંગ ઊઠી

અન્ય સમાચારો પણ છે...