તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા સમઢીયાળા પાસે ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, 1 વ્યક્તિને ઇજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડાના પાણખાણ ગામે રહેતા યુવાન ધોકડવાથી તેમના ઘરે જતાં હતા. ત્યારે મોટાસમઢીયા ગામ પાસે રસ્તા પર સામેથી આવતા ટ્રક નં.જીજે- 08 -ટી 4295ના ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલકને હાથ-પગ તથા મોઢાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ પાણખાણ ગામે રહેતા ખીમજીભાઇ જેઠાભાઇ ગોહીલ (ઉ.વ.40) તેવો ધોકડવા ગામે કામ સબબ ગયેલ હોય અને ત્યાથી પરત બાઇકમાં ત્રિપલ સવારીમાં ઘરે જતાં હતા. એ દરમિયાન સામેથી આવતો ટ્રકે બાઇકને હડફેટે લેતા ખીમજીભાઇને હાથ-પગ તેમજ મોઢાના ભાગે ઇજા પહોચી હતી. જ્યારે પગના ભાગે ફેક્ચર થતાં ગંભીર રીતે ધવાયા હતા. જ્યારે આ અકસ્માત થતાં તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડાયેલ છે. જોકે અકસ્માત થયા અંગેની તપાસ પોલીસે તજવિજ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...