તળાજા વિસ્તારમાં સજીવ ખેતી માટે અળસિયા ઉછેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળાજા શહેર - તથા રોયલ, માખણીયા સહીત ગામો અને તાલુકા નાં પ્રગતિશીલ ખેડૂતો - પ્રાયોગીક ધોરણે સજીવ ખેતીમાટે અત્યંત ઉપયોગી જીવ અળસિયાઓનો પ્રાકૃતિક ઉછેર કરી રહયા છે. વર્તમાન સમયમાં સજીવ ખેતી નો ટ્રેન્ડ વધતો જાય છે. વિવિધ પાકનાં વાવેતરમાં તથા સંવર્ધન માં રાયાયણીક ખાતરો, દવા, સહીત જંતુનાશકોને બદલે જૈવીક રીતે પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરીને ઉત્પાદન થયેલ અનાજ, સહીત ખેત જણસોમાં હાનીકારક તત્વો ની માત્રા નહી હોવાથી ઓર્ગેનીક ખતેવાવા ઉત્પાદનો પ્રમાણમાં ઉંચી કિંમત હોય તો પણ આહારમાં વાપરવા વાતો વર્ગ વધતો જાય છે.

ધરતીને કુદરતી રીતે સમૃધ્ધ રાખવા માટે પ્રકૃતિએ અનેક કીટકો, જીવાળુઓ, બેકટેરીયાઓનું સર્જન કરેલ છે. - જેમાં અળસીયા ધરતીને ફળદ્રુપ રાખવા માટે જમીનમાં નિયમીત રીતે ઉથલ - પાથલ કરે છે. અળસિયા ધરતીમાં જન્મે છે, અને તેની પ્રવુતિમાં માટી, કોહવાયેલ કચરો, સેન્દ્રીય પદાર્થો, ને આહાર સ્વરૂપે ખાઇને પેટમાં જટિલ જૈવિક પ્રક્રિયા બાદ હગાર રૂપે અત્યંત ફળદ્રુપ ખાતર જમીસનમાં પ્રસરાવે છે. જેને વર્મી કંપોસ્ટ કહે છે. વર્મી કંપોસ્ટ (અળસિયાનાં ખાતરમાં) સામાન્ય માટી કરતા પાંચ ગણો નાઇટ્રોજન અગીયાર ગણો પોટાશ, સાતગણો ફોસ્ફરસ, ત્રણ ગણું મેગ્નેશિયમ, દોઢ ગણુ કેલ્શ્ય, હોય છે. જે ખેતી પાકને સ્વસ્થ, અને સમૃધ્ધ બનાવે છે. જીવ શાસ્ત્રીઓનાં સંષોધન મુજબ વિશ્વમાં 4200 પ્રકારનાં અળસિયા નોંધાયા છે. પરંતુ વ્યાપારી ધોરણે વર્મી કંપોસ્ટ (ખારત) બનાવવા કોટીડા, 2 યુજીલન્સ યુજીનીયા 3 અને કેરોનેકસ, ભારમાં આપણા હવામાનને અનુકુળ ઇસેનીયા કોટીડા ની જાતનો અળસિયા ઉછેરમાટે ઉપયોગી થાય છે.

રાસાયણીક ખાતરો અને ઝેરી જંતુનાશકોનાં અતિરેકથી નુકસાન સામે ફળદ્રુપતા સુધારે છે
અન્ય સમાચારો પણ છે...