તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓખા બેટદ્વારકા વચ્ચે 70 જેટલી ફેરીબોટ ચાલે છે. ઓખા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓખા બેટદ્વારકા વચ્ચે 70 જેટલી ફેરીબોટ ચાલે છે. ઓખા પેસેન્જર જેટી પર બોટમાલીકો ઓવરલોડ યાત્રિકો ન બેસાડે તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા જેટી પર બે પાળીમાં મળી એમ કેલ 6 એસઆરપી જવાનોને બંદોબસ્તમાં મુકાયા છે છતાં પણ એસઆરપી બંદોબસ્તની હાજરીમાં પણ બોટમાલીકો દાદાગીરી કરી ઓવરલોડ યાત્રિકો બેસાડીને જીવના જોખમે સવારી કરાવી બંદોબસ્તના જવાનોને પણ ગાઠતા નથી. ઉચ્ચકક્ષાએ અનેક રજૂઆતો થવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી ન કરાતા બોટ માલીકોને મોકળું મેદાન મળ્યું છે.

ઓખા પેસેન્જર જેટી પર ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ઓખા મરીન પોલીસ દ્વારા બંદોબસ્ત મુકાઇ છે. જીએમબી દ્વારા એસઆરપીના જવાનોને જેટી પર બંદોબસ્તમાં મુકવામાં આવે છે.જેટી પર કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ બોટમાલીકો ઓવરલોડ પેસેન્જર ન ભરે તે માટે સતત દેખરેખ રાખતા હોઇ છે. છતા પણ બોટમાલીકો એસઆરપી જવાનોની ઉપસ્થિતિમાં પણ મનમાની ચલાવીને દાદાગીરી કરીને ઓવરલોડ પેસેન્જર ભરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જેથી ગમે ત્યારે દુર્ઘટનાનો ભય છે.

અન્ય સમાચારો પણ છે...