તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીની લેમિનેટ્સ ફેક્ટરીમાં અકસ્માતે દાઝી જતા યુવકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી પંથકના અલગ અલગ બનાવોમાં ત્રણના મોત નિપજ્યા હતા.જેમાં રફાળેશ્વર ગામ નજીક આવેલ બેલ લેમીનેટ્સ ફેકટરીમાં કામ કરતી વખતે પાઈપ ફાટી જતા કામ કરતો યુવાન દાઝી ગયો હતો.બનાવમાં તેનું મોત નીપજ્યું હતું.જ્યારે ફાટસર ગામે યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસે આવેલ મહાવીર સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ દેવજીભાઈ ઝાલાવાડિયા નામનો યુવાન રફાળેશ્વર નજીક આવેલ બેલ લેમીનેટ્સ નામની ફેકટરીમાં કામ કરતા હતા.તે સમયે ફેકટરીમાં હેડર પાઇપ ફાટી જતા તેઓ દાઝી જવાથી તાકીદે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે સારવાર કારગત ન નિવળતા તેનું મોત નીપજ્યું હતું. અન્ય એક બનાવમાં મોરબીના ફાટસર ગામે રહેતા અક્ષય રામજીભાઈ રબારીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.તો અન્ય બનાવમાં મોરબીના પાનેલી ગામે રહેતા રવિ રમેશભાઈ ટીડાણી આજે ભડિયાદ રોડ પર આવેલ વિન્ટેજ સીરામીકમાં ટ્રક ઉપર તાલપત્રી ચડાવતો હતો તે વખતે ઉપરથી પસાર થતી વિજલાઈનને અડકી જતા તેને વિજશોક લાગવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો