તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીના લાલપર ગામે રહેતા એક યુવાને કોઈ કારણસર મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબીના લાલપર ગામે રહેતા એક યુવાને કોઈ કારણસર મોત થયું હતું. જેનું સોમવારે બેસણું રાખ્યું હતું જોકે બેસણાનાં દિવસે મૃતકના કાકાએ કોઈ કારણસર ઝૂલતા પુલ નીચે મચ્છુ નદીમાં ઝમ્પલાવી આપઘાત કર્યા હતો.જોકે અગત્યની બાબત એ છે કે નદીમાં ગાંડીવેલના સામ્રાજય વચ્ચે સાધન વિના મૃતદેહ કાઢવા પહોંચેલી ફાયરની ટીમને બે કલાક બાદ મૃતદેહ મળ્યો હતો.

મોરબીના લાલપર ગામમાં રહેતાં વાલજીભાઈ મોહનભાઇ ઠોરિયા નામનાં 32 વર્ષીય યુવાને સોમવારે સવારે ઝૂલતા પુલ પરથી મચ્છું નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. આ અંગે ઝૂલતા પુલના કર્મીએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમનાં સલીમભાઈ નોબે,કાર્તિક ભટ્ટ,પેથાભાઈ મોરવાડીયા,દિનેશભાઇ પંડ્યા અને વિનય ભટ સહિતના દોડી ગયા હતા.અને મૃતદેહની શોધ ખોળ કરી હતી. પુલ નીચે ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જરૂરી સાધન વિહોણી ફાયરની ટીમ આ જગ્યા પર મૃતદેહ કાઢવામાં પણ ફાયર વિભાગને બેથી અઢી કલાક બાદ મૃતદેહ મળ્યો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે એડી નોંધી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.પ્રાથમીક તપાસમાં બે દિવસ પહેલા તેના ભત્રીજાનું અવસાન થયું હતું અને આજે તેનું બેસણું હતું.દીકરા જેવા પુત્રના આપઘાતથી લાગી આવતા પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો