તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા સીટીસર્વેમાં વર્ષોથી ઇન્ચાર્જ અધિકારીથી ગબડાવાતું ગાડું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહુવા સીટી સર્વે કચેરીમાં કાયમી સીટી સર્વે સુપ્રિટેડન્ટ વગર અને માત્ર બે સર્વેયર ધરાવતી અપુરતા મહેકમ વાળી કચેરી તેના નિયત કામ કરવા માટે સક્ષમ નથી. જુના વિસ્તારમાં 30 થી 40 ટકા સર્વે કામગીરી હજુ થઇ નથી, અને નવો વિસ્તાર જે હાલ વિકાસ પામ્યો છે, પામી રહેલ છે તેનો પણ સર્વે થયો ન હોય જેથી લોકોને પ્રોપર્ટી કાર્ડ મેળવવા મુશ્કેલી પડી રહી છે.

મહુવા સીટી સર્વે કચેરીમાં 2001 પછી સુપ્રિટેન્ડેન્ટની જગ્યા ઉપર કોઇ કાયમી અધિકારીની નિમણુંક થઇ નથી માત્ર સમયાંતરે ઇન્ચાર્જ અધિકારી થી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. હાલ દર બુધવારે ઇન્ચાર્જ સીટીસર્વે સુપ્રિટેડન્ટ મહુવા ફરજ બજાવવા આવે છે. તેઓ પાસે મહુવા ઉપરાંત તળાજા-ઘોઘા-ભાવનગર નો ચાર્જ છે. આથી એક પણ ગામના અરજદારોના કામ થતા નથી. મિલ્કત ધારકો મિલ્કતની નોંધણી માટે છેલ્લા 18 વર્ષથી કાયમી સીટી સર્વે સુપ્રિટેડન્ટ વિહોણી સીટી સર્વે કચેરીમાં ધરમ ધક્કા ખાય છે. ધારકોની વારસા હક કે લે-વેચ બાદ સીટી સર્વે કચેરીમાં નોંધ પડતી નથી અને સીટી સર્વે નંબર વિના નગર પાલિકા બાંધકામની મંજુરી આપતી નથી. આથી મહુવાના લોકો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. મહુવા સીટીસર્વે કચેરી હેઠળ મહુવાના રે.સર્વે નં.248-314-321ના મોટા વિસ્તારની સર્વે કામગીરી પૂર્ણ કરવા મહુવા ખાતે કાયમી સીટી સર્વે સુપ્રિટેડન્ટ અને પુરૂ મહેકમ ફાળવી યુદ્ધના ધોરણે કામગીરી હાથમાં લઇ મહુવાના તમામ મિલ્કત ધારકોને સીટી સર્વે નંબર પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે. સીટીસર્વે કચેરીને બિનખેતી મહેસુલ ઉઘરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે અધિકારી વગરની કચેરીને અધિકારી આપવા મહુવાના શહેરના મામલતદારને અવાર-નવાર ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવે છે. તે જ રીતે કાયમી ધોરણે સીટી સર્વે સુપ્રિટેડન્ટનો ચાર્જ પણ સોંપવામાં આવે તો તેવી સરકારમાં સર્વપક્ષીય ઉગ્ર રજુઆત કરવાની માંગ મિલ્કત ધારકોમાં ઉભી થવા પામી છે.

સીટીસર્વે પ્રોપટીકાર્ડ મકાન બાંધકામની પરમીશનમાં તથા બેંકની લોનની કામગીરીમાં ફરજીયાત રજુ કરવાના હોવાથી લોકોને બાંધકામની મંજુરી મળતી નથી અને લોનના કેસોમાં પ્રજા હેરાન પરેશાન થાય છે.

2001 પછી કાયમી અધિકારીની નિમણુંક નહીં
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો