તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભંડુરી ગામમાં એસટીએ હડફેટે લઇ લેતાં મહિલાનું મોત નિપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીનાનાં ભંડુરી ગામે રીક્ષામાંથી ઉતરીને રોડનાં કાંઠે ઉભેલી મહિલાનું એસટીની હડફેટે મોત નિપજયું હતું. અકસ્માત સર્જી ડ્રાઇવર બસ મુકીને નાસી ગયો હતો. પોલીસે તેની વિરૂદ્ઘ ગુનો નોંધી અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માળિયા હાટીનાનાં શેરીયાખાણ ગામે રહેતા જીતેન્દ્રભાઇ અમૃતભાઇ કોરડીયાનાં માતા દેવકુવરબેન (ઉ.વ.52) ભંડુરી ગામે રીક્ષામાંથી ઉતરીને રોડનાં કાંઠે ઉભા હતા ત્યારે જૂનાગઢ-વેરાવળની રૂટની એસટી બસ નં.જીજે-18-ઝેડ-0724નાં ડ્રાઇવર આનંદગીરીએ પોતાનાં હવાલાની બસ પુરઝડપે અને બેદરકારીથી ચલાવી દેવકુવરબેનને હડફેટે લઇ લેતાં માથામાં ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. અકસ્માત સર્જી ડ્રાઇવર બસને ત્યાંજ મુકીને નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે ડ્રાઇવર વિરૂદ્ઘ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...