કેશોદમાં આવેલી એક સોસાયટીમાં બંધ ગટર ઉભરાતા તેના પાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદમાં આવેલી એક સોસાયટીમાં બંધ ગટર ઉભરાતા તેના પાણી ઘરમાં ઘુસી ગયા હતાં. ત્યારે આગામી સમયમાં જો આ ગટર સાફ નહીં થાય તો વરસાદનાં સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સોસાયટીનાં રહીશોએ તંત્રને રજુઆત કરતાં તેઓએ તેમની રજુઆતને ધ્યાન ન આપ્યાની રાવ કરી હતી.

કેશાેદના વાેર્ડ નં 6 ના રણછાેડનગરમાં પાલિકા દ્વારા વધુ પાણી વિતરણ કરાતા સાેસાયટીવાસીઓએ પાણીને ગટરમાં નાખવા પ્રયત્ન કરતા બંધ હાલતમાં રહેલી ગટર ઉભરાણી હતી. જે ગંદું પાણી જાહેર રાેડ પર અને લાેકાેના ઘરમાં ઘુસી ગયું હતું. ભુગર્ભ ગટર યાેજનામાં હાઉસ ચેમ્બર્સ અને મેનહાેલ બંન્ને વચ્ચેના જાેડાણમાં કયાંક ન કયાંક ખામી હાેવાથી શહેરમાં દરેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે જે અંગે ફરીયાદી હરેશભાઇ લાલજીભાઇ ચુડાસાએ પાણી પુરવઠા બાેર્ડ અને ભુગર્ભ ગટર શાખા તેમજ નગરપાલીકાને ગટર ઉભરાયાની રજુઆત કરતાં બંન્ને જગ્યાએ ઉડાઉ જવાબ આપવામાં આવ્યાે હતાે.

જાે બંન્ને આેફીસ સહયાેગ સાધી ગટર સાફ નહી કરે તાે શહેરભરમાં ગટરના પાણી રાેડ પર ફરી વળશે અને લાેકાે શ્વાસ પણ નહી લઇ સકે અને ગંભીર રાેગચાળાે ફેલાશે તેવી ભીતી સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...