મિતાણા પાસે હાઈવે પર કારમાં અચાનક આગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટંકારા તાલુકાના મિતાણા નજીક હાઈવે પર પસાર થતી કારમા આકસ્મિક રીતે વાયરીંગ સ્પાર્ક થતા ઓચિંતી આગ લાગતા કાર સળગી ભડથુ થઈ ગઈ હતી. સળગીને હાડપિંજર બનેલી કાર લઈ હરીપર ગામના બે મિત્રો નેકનામ ગામે સુરાપુરાના દર્શન કરી પરત ગામડે ફરતી વેળાએ બનાવ બન્યો હતો. જો કે સદનસીબે કારમા સવાર બંને સમયસર સુચકતાથી નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી.

મોરબી-રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ પર મિતાણા ગામ નજીક હાઈવે પર બુધવારે રાત્રે પસાર થતી કાર નં.જીજે-૧૨ એ એફ ૮૩૩૨માં આકસ્મિક રીતે આગ લાગતા હાઈવે પર દોડતી કાર ભળથુ થઇ ગઇ હતી. હાઈવે પર દોડતી કાર સળગવા લાગતા કાર ચાલકે સચેત થઈ સમય સુચકતા વાપરી કારને હાઈવે કાંઠે થંભાવી કારમા સવાર અન્ય મિત્ર સાથે દુર દોટ મુકતા જાનહાની ટળી હતી. બનાવ બાદ થોડી જ મિનીટોમા વિડીયો વહેતો થતા બનાવની ખરાઈ કરતા રાજકોટ વસતા મૂળ ટંકારાના હરીપર ગામના હરેશભાઈ પી દવે નાદુરસ્ત તબિયતથી પોતાના વતનના ગામડે આરામ કરવા આવ્યા હતા. બુધવારે મોડી સાંજે નજીકના નેકનામ ગામે પોતાના મિત્ર સાથે સુરાપુરાના સ્થાનકે દર્શન કરવા પોતાની કારમા ગયા હતા અને પરત ફરતી વેળાએ રાત્રે હાઈવે પર મિતાણા નજીક પસાર થતી વખતે કારમા આગળના ભાગે આગ લાગતા ચોંકી ઉઠ્યા હતા. જો કે કારમાંથી નીકળી જતા સદનસીબે ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...