તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોડિયા તાલુકાના માણામોરા ગામે સેવાસેતુ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હડિયાણા | તા. 10ના જોડિયા તાલુકાના માણામોરા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકાર વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી કે‌. એસ. પ્રજાપતિએ મુલાકાત લીધી હતી અને સેવા સેતુમાં થતી કામગીરીની યોજના સહિતની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી અને દરેક અરજદારો પોતાના કામો થાય તે માટે તે માટે ચર્ચા કરી હતી અને આધાર કાર્ડ, મા અમૃતમ, મા વાત્સલ્ય કાર્ડ, આવક જાતિના દાખલા, રેશનકાર્ડમાં સુધારા-વધારા નામ ઉમેરો, પીજીવીસીએલ ની કામગીરી, લેન્ડ રેકોર્ડ ની કામગીરી, મામલતદાર કચેરીની કામગીરી, તાલુકા પંચાયત વિભાગની કામગીરી,ફોરેસ્ટ વિભાગ, આંગણવાડી વિભાગ, સમાજ કલ્યાણની કામગીરી,પોસ્ટ ઓફિસ વિભાગની કામગીરી વગેરે કામગીરીનો લોકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો. કાર્યક્રમમાં મામલતદાર પી.કે સરપદડીયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ કે. એન. નંદાસણ, નાયબ મામલતદાર દવેભાઈ પાડલીયાભાઈ, તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારીઓ મનીષભાઈ, એસ. પી. પોપટ સહિતના કર્મચારીઓ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો