મહુવામાં વિવિધ ન.પા.ના વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવા નગરપાલિકા કક્ષાએ નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ મહુવા નગર પાલિકા કચેરી વાસી તળાવ, મહુવા ખાતે તા.30/11ને શનિવારે સવારે 9 થી સાંજે 5 કલાકે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના વોર્ડ નં.3,4,9નો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં આવક, જાતી, નોન ક્રિમીલેયર, ડોમીસાઇલ સર્ટી., સીનીયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણ પત્ર, રેશનકાર્ડ તથા મા-અમૃતમ કાર્ડ યોજના, આધાર કાર્ડ કઢાવવા, વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોંધણી, જમીન અંગે નવી નોંધ દાખલ અરજી સુધારા અરજી વિધવા, તથા મહુવા નગરપાલિકાની સેવાઓે પ્રોપર્ટી ટેકસ, ગુમાસ્તધારા, જન્મ-મરણ દાખલ, ટાઉન-પ્લાનીંગ પ્લાનની નકલ, વ્યવસાય વેરા વિગેરે, રાજય સરકારના કૃષી, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજના લાભો વિગેરે લગતી તમામ અરજીઓને લગતા વિભાગોના ફોર્મ તથા યોજનાઓ અંગેની સરકારની સ્થાયી સુચના અને સ્થળે હાજર રહી, રજુ થનારનો સ્થળ પર જ નિકાલ કરવા અંગે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગેની અરજીઓ બપોરના 2 કલાક સુધી સ્વિકારવામાં આવશે. તો વોર્ડ નં.3,4,9 ના અરજદારોએ જરૂરી આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...