બોટાદ સાકરિયા મહિલા કોલેજમાં સંસ્કૃત માર્ગદર્શક વ્યાખ્યાન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કર બોટાદ | પાળીયાદ રોડ સ્થિત વી.એમ. સાકરિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શારદાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત માર્ગદર્શક વ્યાખ્યાન યોજાયું હતું. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડૉ. આશાબેન માઢક દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિ સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓનો પ્રોજેક્ટરના માધ્યમથી પરિચય કરાવીને સંસ્કૃતના વિદ્યાર્થીઓને સંસ્કૃતા નુરાગી બનાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો.પી.જે. ગજેરા તથા સંસ્કૃત વિષયની વિદ્યાર્થીનીઓ વિશાળ સંખ્યામાં સહભાગી બન્યા હતા.
અન્ય સમાચારો પણ છે...