તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરા તાલુકામાં સ્વચ્છતા હી સેવા હૈ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને આયોજીત આ કાર્યક્રમમા શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા, તાલુકા ભાજપ અગ્રણી બીપીનભાઈ રાદડિયા, તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી, વાસુરભાઈ ચૌહાણ, મિતુલભાઈ જોષી, ભરતભાઇ પીઢડિયા સહિતના ભાજપના આગેવાનો તાલુકાના સરપંચો, આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો તેમજ તલાટી કમ મંત્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ ઇ-ગ્રામ અંતર્ગત દરેક ગ્રામપંચાયતને ઉપસ્થિત આગેવાનોના વરદ હસ્તે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ દરેક સરપંચ દ્વારા મારુ ગામ પ્લાસ્ટિક મુક્ત બને અને સ્વસ્થ બને તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. તસ્વીર - રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...