તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં મહાશિવરાત્રીએ શોભાયાત્રા નિકળશે, શહીદો માટે ફંડ એક્ઠું કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદમાં મહાશિવરાત્રીની પૂર્વ તૈયારની ભાગ રૂપે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા બેઠક મળી હતી. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીના મહા પર્વની ઉજવણી કરવાની હોય ત્યારે શહેરમાં ફરનારી શોભાયાત્રાનો રૂટ નક્કી કરવા, કાર્યકરાેને જવાબદારી સોંપવા તેમજ યાત્રા દરમિયાન યાત્રિકો માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા જેવી અગત્યની ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે આ વર્ષે પુલાવામામાં શહીદ થયેલા જવાનો માટે ફંડ એકઠું કરવા શિવરાત્રી મહોત્સવ દરમિયાન મહાકુંભ રથનું પણ આયાેજન કરવામાં આવ્યું છે. જેમાં આયાેજકો લોકો સામે જોળી ફેલાવી ફંડ એકત્ર કરશે તેમ જણાવ્યું હતુ. આ તકે બેઠકમાં જયેશગીરી ગોસ્વામી, રક્ષિતભાઇ જોષી, હરસુખભાઇ સિધ્ધપરા, ડો.અજયભાઇ સાંગાણી, રમેશભાઇ રતનધાયરા, દિનેશભાઇ કાનાબાર તેમજ દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો