ઊના પંથકનાં સીમરમાં ડેન્ગ્યુંનો પ્રોઝેટીવ કેસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના તાલુકાના સીમર ગામે ડેગ્યુ તાવએ દેખાવ દેતા અને પ્રોઝેટીવ કેસનો રીપોટ સામે આવતા મેડીકલ ટીમએ તાત્કાલીક સર્વે હાથ ધરેલ છે. સીમર ગામના મહેશભાઇ બાબુભાઇ કોટડીયાને છેલ્લા ચાર દિવસથી તાવ આવતા સારવારમાં સીમર ખાતેના આરોગ્ય કેન્દ્રમાં ખસેડેલ હતા. અને ત્યાં તબીબએ તપાસ કરતા ડેગ્યુ નામના તાવના લક્ષણો દેખાતા તેનો રીપોટ માટે બહાર મોકલતા આ રીપોટ પ્રોઝેટીવ આવતા દર્દીને તાત્કાલીક વધુ સારવાર અર્થે ભાવનગર ખાતે રીફર કરેલ હતો.. ડેગ્યુએ દેખાવ દેતા સીમર આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયેલ હતું. અને રોગચાળો વકરે અને ડેગ્યુ તાવના ભરડામાં સીમર ગામ ભોગ ન બને તેની તકેદારી લઇ નર્સિગ સ્ટાફ દ્વારા સર્વે હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...