રાજુલામાં નવરાત્રી અંતર્ગત શાંતી સમિતિની બેઠક મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી નવરાત્રી પર્વનો આરંભ થયો છે તે પુર્વે રાજુલામા પોલીસ મથક ખાતે શાંતી સમિતિની એક બેઠક મળી હતી. જેમા તમામ સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા. નવરાત્રી પર્વની શાંતીપુર્ણ રીતે ઉજવણી થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.

રાજુલા શહેરમાં જય માતાજી યુવા ગૃપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટનુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયુ છે. ત્યારે શહેરમા હવેલી ચોકમા પ્રાચીન નવરાત્રી ગરબાનુ વર્ષોથી પરંપરા મુજબ અહી આયોજન કરવામા આવ્યું છે. સાથે સાથે શહેરમા બ્રાહ્મણ સમાજ,લોહાણા સમાજ,દુલભ નગર સહિત અનેક નાના મોટા વિસ્તારમાં ગરબી અને વિવિધ જ્ઞાતિ વાઇજ નવરાત્રીનુ ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. ત્યારે રાજુલા ઇન્ચાજ પી.આઈ.ડોડીયા દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી.

જેમાં હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને પોલીસ તંત્ર દ્વારા તમામ નવરાત્રી મહોત્સવમા પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. અને સતત પેટ્રોલીંગ રાખવામાં આવશે.

નવરાત્રી દરમ્યાન તમામ ગતિવિધિ પર પોલીસ નજર રાખશે. નવરાત્રી પર્વ શાંતીપુર્ણ રીતે ઉજવવા અનુરોધ કરાયો હતો . આમ, લોકોઅે સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...