તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવીશ્વર દલપતરામની જન્મભૂમિ વઢવાણમાં મ્યુઝિયમ બનાવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતી સાહિત્યના કવિવર દલપતરામની 200મી જયંતીની ઉજવણીનો પ્રારંભ વઢવાણ જન્મભુમી ખાતે થયો હતો. આ પ્રસંગે દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત કવિસંમેલન, દલપતકથા વગેરે કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જ્યારે વઢવાણમાં દલપતરામ મ્યુઝીયમ બનાવી ઐતિહાસિક સ્થળો દ્વારા પ્રવાસ પર્યટન ઉભુ કરવાની માંગ કરાઇ હતી.

ગુજરાતી ભાષાને મહાનતા આપનાર દલપતરામનો જન્મ તા.21 જાન્યુઆરી 1820ના રોજ વઢવાણ ખાતે લાખુપોળમાં થયો હતો. દલપતરામના 60 થી વધુ પુસ્તકો કવિતા અને 25 પુરસ્કારો મેળવ્યા છે. વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા દલપતરામ એવોર્ડની પરંપરા શરૂ કરી છે. ત્યારે કવીશ્વર દલપતરામની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ વઢવાણખાતે રવિવારે કરાયો છે. આ પ્રસંગે સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, વી.એસ.ગઢવી, પુર્વધારાસભ્ય વર્ષાબેન દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અમિતભાઇ કંસારા, ભુપેન્દ્રભાઇ દવે, દશરથસિંહ અસવાર, બનેસંગભાઇ ગઢવી વગેરે દ્વારા કવિશ્વર દલપતરામકથાનું આયોજન કરાયુ હતુ .જેમાં ગુંણવંતભાઇ વ્યાસ દલપતકથા વ્યાસસ્થાનેથી રજૂ કરી હતી. આ તકે કવિસંમેલનમાં યશવંતભાઇ મહેતા યોસેફભાઇ મેકવાન, રમેશભાઇ આચાર્ય સહિત કવિઓએ દલપતરામની કવિતા અને વિચારો વ્યક્ત કર્યા હતા. આ આયોજનને સફળ બનાવવા અમિતભાઇ દંગી, દર્શકભાઇ આચાર્ય, ભુપેન્દ્રભાઇ દવે વગેરેએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો