તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીમાં બંદાનવાજ ગ્રૂપ દ્વારા સમૂહ શાદી યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજી | ધોરાજીમાં બંદાનવાજ ગ્રુપ દ્વારા સમૂહશાદી યોજાઇ હતી. જેમા 22 દુલ્હા તથા 22 દુલ્હનોએ નિકાહ પઢી નવા લગ્નજીવનની શરૂઆત કરી છે. ધોરાજી બંદા નવાઝ ગ્રુપના અનવરભાઈ ભોપાલીયા અને પરિવાર તેમજ મિત્ર મંડળ દ્વારા સામાજીક સેવાના સોહાર્દ અર્થે સમસ્ત મુસ્લિમ સમાજના 22 જેટલા દુલ્હા દુલ્હનના નિકાહ યોજવામાં આવ્યા હતા. ગત રવિવારે બહારપુરા વિસ્તારમાં ગુલઝાર પાર્ક પાસે સમૂહ શાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા, પાલિકાના ઉપપ્રમુખ મકબુલ ગરાણા , અમીન નવીવાલા, મેમણ મોટી જમાતના પ્રમુખ અફરોજ લક્કડકુટા, મજીદમીયા સૈયદ, હિન્દુ સમાજના અગ્રણી મનોજ રાઠોડ સહિતના ઉપસ્થિતિમાં 22 દુલ્હા દુલ્હનના નિકાહ યોજવામાં આવ્યા હતા. આ સમૂહશાદીના આયોજકો દ્વારા નવદંપતીઓને કરિયાવરમાં ઘરવખરીની તમામ ચીજો આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો