માળિયામાં ચોરાઉ રિક્ષા સાથે એક ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળિયા તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન જીજે ૧૩ એવી ૭૩૧૬ નંબરની સુરેન્દ્રનગર જીલ્લાના પાસિંગ વાળી રીક્ષા પસાર થઈ હતી. દરમિયાન રીક્ષા ચાલકની તપાસ કરતા લાઇસન્સ તેમજ ડોક્યુમેન્ટ માગ્યા હતા જોકે તે રજુ કરી શક્યો ન હતો અને પુછપરછમાં પણ અલગ અલગ વાતો જણાવતા પોલીસે શખ્સની આગવી ઢબે પુછપરછ કરતા પોતાનું નામ હાજી અકબરભાઈ માણેક જણાવ્યું હતું. અને રીક્ષા સુરેન્દ્રનગર જીલ્લાના ટાવર ચોક વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...