તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલસીશ્યામ પાસેનાં રૂક્ષમણી ડુંગરમાંથી માનવ કંકાલ મળ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના નજીકનાં તુલસીશ્યામ જંગલમાં આવેલા રૂક્ષમણી ડુંગરનાં પૂર્વ બાજુનાં વોંકળા પાસેથી એક માનવ કંકાળ હોવાની જાણ થતા ઘટના સ્થળે વનવિભાગ અને પોલીસ દોડી ગઈ હતી. અને ત્યાંથી તેઓને હાથનાં પંજા અને ખોપરી મળી આવ્યા હતા. જો કે, બાજુમાં પડેલા થેલાની તપાસ કરતા તેમાંથી આધારકાર્ડ અને પાનકાર્ડ નિકળ્યા હતા. જેમાં અનિલ દેવરાજ બાવળીયા નામ લખેલું હતું. અને તે રાજુલાનો હોવાનું જણાતા ત્યાં ફોન કરતા 20 દિવસ પહેલા આ નામનો યુવાન ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાયેલી હતી. જો કે, હાલ પોલીસે તેમનાં પરિવારજનોને પણ બોલાવ્યા છે. ત્યારે આ એજ યુવાન છે કે કોઈ અન્ય તેની હાલ તપાસ ચાલી રહી છે. સમગ્ર આ ઘટના તુલસીશ્યામનો ગોવાળ જતો હતો ત્યારે તેને થેલો દેખાતા આરએફઓને જાણ કરી હતી. અને તેના પરથી વધુ તપાસ કરતા માનવ કંકાળ મળી આવ્યું હતું. જો કે, હાલ પ્રાથમિક તારણ મુજબ તેને કોઈ રાની પશુઓએ ફાડી ખાધો હોય એવું જણાઈ રહ્યું છે. પરંતુ મૃત્યુનું સાચુ કારણ તો પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો