તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં આજે વિધવા અને ત્યક્તા બહેનો માટે માર્ગદર્શક સેમિનાર યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા વિધવા બહેનોને પગભર બનાવવાના ઉદેશથી તા.8નાં રોજ સાંજે 5 વાગ્યે એક માર્ગદર્શક સેમીનારનું આયોજન કરાયું છે. આ સેમિનાર મોરબીમાં દરબારગઢ પાસે આવેલ રામમહેલ મંદિર ખાતે યોજાશે. જેમાં એલઇડી બલ્બનું વેચાણ તેમજ અગરબત્તી, અથાણા સહિતના ગૃહઉદ્યોગ વિશે માહિતી આપવામાં આવશે.આ સાથે સેમિનારમાં વિધવા બહેનોને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવામાં મદદ કરવામાં આવશે. ઉપરાંત બાળકોને શાળાએથી લેવા- મુકવા જવાના પરિવહનના ધંધામાં તેઓને ઇકોકાર ખરીદવામાં મદદ પણ કરવામાં આવશે. શાળાઓના ટ્રસ્ટીઓ સાથે વાટાઘાટ કરીને વિધવા બહેનોને ઇકો ચલાવવામાં અગ્રતા અપાવવામાં આવશે.સાથે આર્ટિફિશયલ જવેલરી કેમ બનાવવી તેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ સેવાકાર્ય વિશ્વ પ્રસિધ્ધ સેવાભાવી સંસ્થા એન.આર.ડે. ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...