તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપલેટામાં પ્રેક્ટિકલ લોકરક્ષકના ઉમેદવારો માટે નિ:શુલ્ક સેમિનાર યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉપલેટા | ઉપલેટામાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં લોકરક્ષક દળ માટે ફિઝિકલ ટેસ્ટ શરૂ થનાર હોય એ માટે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટામાં સુરક્ષા સેતુ સોસાયટી ઉપલેટા પોલીસ સ્ટેશન અને ઉપલેટા નગરપાલિકા આયોજિત પોલીસ ડિપાર્ટમેન્ટમાં લોકરક્ષક દળની ફિઝિકલ ટેસ્ટ તા.૨૬/૨/૨૦૧૯ થી શરૂ થનાર હોય. એ પરીક્ષા પાસ કરવા માટેની તૈયારીઓ કરતા ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન આપવા માટે તા. ૨૪/૨/૨૦૧૯ ને રવિવારના રોજ સવારે છ કલાકે ઉપલેટા નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ફિઝિકલ ટેસ્ટ માટે ટીપ્સ અને ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ સેવાકાર્યમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જી.પલ્લાચર્યા, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, કોલેજના પ્રિન્સીપાલ નંદાણીયા તેમજ ધોરાજી તાલુકા શાળા નંબર - ૨ ના આચાર્ય નીલેશભાઈ મકવાણા જોડાયા હતા. તેમજ આ અંગે માર્ગદર્શન સીઆરપીએફના PTI ટીચર શૈલેષભાઈ લાવડીયાએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સ્પોર્ટ્સ ટીચર હરિભાઈ સુવા અને અશોકભાઈ વ્યાસ દ્વારા પણ વ્યવસ્થા, આયોજન અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો