તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંબરડીમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભૂકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જસદણ તાલુકાના આંબરડી ગામે નકલંગ મંડપ સર્વિસ ચલાવતા સિંધાભાઈ ગમારાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગેની જાણ હરજીભાઈ લામકા સહિતના ગ્રામ્યજનોને થતા તેઓએ પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. થોડીવારમાં બન્ને ટીમો ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ વિકરાળ આગ પર કાબુ મેળવવા માટે જસદણ ફાયર ફાયટરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવતા વહેલી સવારે 4 વાગ્યા આસપાસ આગ કાબુમાં આવી હતી. આ આગમાં મંડપના વિવિધ કાપડ, ગાદલા, રજાઈ, ઓશિકા, મંડપ બાંધવાના લાકડાઓ વગેરે મુદ્દામાલનો સંપૂર્ણ નાશ થઈ ગયો હતો. જો કે આ આગ શોર્ટસર્કિટના લીધે લાગી હોવાનો તંત્ર દ્વારા પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો હતો.ઘટનાના પગલે આંબરડી ગામમાં મધરાતથી સવાર સુધી વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો.

તસવીર : ભરત રવિયા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો