તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવંશના જન્મદાત્રી એવા માતાના ઉત્સવે અનેરો માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવંશના જન્મદાત્રી એવા શક્તિમાંના 944મા પ્રાગટ્ય દિવસના શુભઅવસરે ધ્રાંગધ્રાના શક્તિમાતાના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ધ્રાંગધ્રા રાજપરિવારના મહારાજ સિધ્ધબાપા, મહારાણી સાહેબ મંદીરના પુજારી ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજના આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાઇ માંશકિતની આરતી કરી આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત શહેરના ગ્રીનચોકમાં આવેલ હરપાલદેવ પ્રતિમાની પણ આરતી અને દર્શન આશીર્વાદ લીધા હતા.ક્ષત્રિય સમાજના યુવાનોએ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...