Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલા ફોરેસ્ટની વીડમાં ઝાડ પર લટકતી લાશ મળી
ચોટીલા ડુંગર પાછળના ભાગે ફોરેસ્ટની વીડમાંથી રાજકોટના યુવકની ઝાડ સાથે લટકતી લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઇને ખિસ્સામાંથી મળેલા મોબાઇલના આધારે પરિવારજનોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ચોટીલાના માતાજીના ડુંગર પાછળ ફોરેસ્ટની વીડમાં અજાણ્યા વ્યક્તિએ ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં તપાસ કરતા ઝાડ સાથે યુવકની લાશ લટકતી ધ્યાને આવી હતી.
ત્યારે મૃતકના ખિસ્સામાંથી મોબાઈલ મળતા મોબાઈલમાંથી નંબર પર વાત કરી હતી. જેમાં આ મૃતકના નાનાભાઈ ઇમરાનભાઈ જણાવ્યું કે હું રાજકોટથી બોલું છું. અને મૃતક મારો મોટોભાઈ 36 વર્ષનો વરોંધ ઇકબાલ અબદુલભાઈ ભગવતીપરા મિયાણા વાડમાં રહેતો હોવાનું જણાવ્યુ હતુ. અને આ લાશ બે થી ત્રણ દિવસ પહેલાની હોવાની શંકાઓ સામે આવ્યુ હતુ. મૃતકના ભાઈ ઇમરાનભાઈએ જણાવ્યું કે બુધવારે તા.8-1-2020ની રાત્રે રાજકોટથી કોઈને કહ્યા વગર નીકળી ગયો છે. અને ચાર માસથી બીમાર હોવાનો કહેતો હતો અને દવાઓ પણ લેતો હતો.આ લાશને સ્થળ પર ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં ઝાડની ડાળી પરથી ઉતારી લઈને ચોટીલા દવાખાને ખસેડાઇ છે અને પોલીસે કાર્યવાહી ધરી છે.