લીંબડીના પંડ્યા પરિવારનો અંગદાનનો સંકલ્પ

Limbadi News - a commitment to contribute to the pandya family of limbdi 065136

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:51 AM IST
લીંબડી રેલવે સ્ટેશન રોડ પર રહેતા પંડ્યા પરિવારના પાંચેય સભ્યોએ પ્રભુની દેન એવા શરીરના ઓર્ગન મરણોપાંત દાન કરવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા મહર્ષિ દધીચિ અંગદાન કાર્યક્રમ અંતર્ગત 17 સપ્ટેમ્બરે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે લીંબડી રેલવે સ્ટેશન રોડ પર રહેતા પંડ્યા પરિવારના પાંચેય સભ્યો કિશોરભાઈ પંડયા, ભગવતીબેન પંડયા, હિતેશભાઈ પંડયા, છાયાબેન પંડ્યા અને ધાર્મિક પંડયાએ અંગદાનનો સંકલ્પ કર્યો છે. મરણોપાંત પણ લોકોના જીવનમાં ભાગીદાર બનવાનો પ્રયત્ન કર્યો છે.

X
Limbadi News - a commitment to contribute to the pandya family of limbdi 065136

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી