ચુડા તાલુકાના કોરડા ગામે ખોડીયારમાતાના મઢમાં તસ્કરીનો બનાવ બન્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુડા તાલુકાના કોરડા ગામે ખોડીયારમાતાના મઢમાં તસ્કરીનો બનાવ બન્યો હતો. માતાજીની મૂર્તિ પર ચડાવેલા સોનાના આભૂષણો અને દાનપેટીમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી ભાગી છૂટયા હતા.

ચુડા તાલુકાના કોરડામાં ગ્રામ પંચાયત કચેરી પાસે આવેલા ખોડીયાર માતાજીના મઢને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તા.10 મેને શુક્રવારે મોડીરાત્રે તસ્કરો ગ્રામ પંચાયત કચેરી પાસે આવેલા ખોડીયાર માતાજીના મઢના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. મઢની અંદર જઈને માતાજીની મૂર્તિ ઉપર ચડાવેલા સોનાનો હાર ચોરી કર્યો હતો. ત્યારબાદ તસ્કરોએ મૂર્તિ પર ચડાવેલા વર્ષો જુનો માતાજીનો શણગાર અન્ય સોનાના આભૂષણો અને છેલ્લા એકથી દોઢ વર્ષ સુધી નહીં ખોલેલી દાનપેટી તોડી નાખી તેમાંથી રોકડ રકમની ચોરી કરી ભાગી છૂટયા હતા. તા.11 મેના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે જ્યારે મંદિરના પૂજારી પૂજા કરવા માટે મઢમાં પધાર્યા ત્યારે તેમને તુટેલી દાનપેટી દેખાઈ. ત્યારબાદ ખોડીયાર માતાજીની મૂર્તિ ઉપર આભૂષણો નજરે નહીં પડતા તેમણે ગ્રામજનોને જગાડીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા.

ગ્રામજનોએ ચુડા પોલીસ મથકે જાણ કરતા પીએસઆઈ આર.જે.ગોહીલ, સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...