તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણોદના પાટીયા પાસે ટાયર ફાટતાં કારની પલટી, 1નું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉપલેટા - પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા ગણોદ ગામના પાટિયા પાસે કાર નંબર GJ-37-B- 3398 નંબરની દ્વારકા પાર્સિંગ કાર રોડ પરથી નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક કાસમિક રોહિતભાઈ ચંદારાણા નામના 50 વર્ષ લોહાણા વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે 108 તેમજ ટોલ પ્લાઝા હાઇવે એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી. બનાવની વિગત એવા પ્રકારની છે કે દ્વારકા તાલુકાના મીઠાપુર ગામે રહેતા કાસમિક કુમાર રોહિતભાઈ ચંદારાણા કારમાં પોરબંદરથી વીરપુર જલારામ મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે ગણોદના પાટીયા પાસે આકાસમતે ગાડીનું ટાયર ફાટતાં ગાડી ખેંચાઈને બાજુમાં રહેલ પુલ સાથે ભટકાઈને રોડ નીચે ઉતરી જતા આખી ગાડી ભાંગીને ભુક્કો થઈ ગઇ હતી. મૃતકના સગા સંબંધીઓને જાણ કરી કાયદેસરની કાર્યવાહી પૂરી કરી હતી.

તસવીર : રોનક ચોટાઇ
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો