તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનાના સામતેર ગામે આવેલ ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં એક મોટુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊનાના સામતેર ગામે આવેલ ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં એક મોટુ વૃક્ષ ભારે પવનના કારણે ધરાશાઇ થયેલ હતું. જોકે દિવસ દરમિયાન અાજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માંથી લોકો અરજદારો અાવતા જતા હોય છે. પરંતુ રાત્રીના સમયે વાવાઝોડાની અસરથી ભારે પવન ફુંકાવા લાગતા વૃક્ષ ધરાશાઇ થતાં કોઇ જાનહાની થયેલ ન હતી. તેમજ સામેતર નજીક આવેલ કાણકબરડા ગામ પાસેથી નેશનલ હાઇવે રોડ પસાર થતો હોય અને હાઇવેની કામગીરી સાથે આ રસ્તાની સાઇડોમાં વીજપોલ ઉભા કરવામાં આવેલ છે. અને આ વીજપોલ ગતરાત્રીના ભારે પવનના કારણે વીજપોલ ધરાશાઇ થઇ ગયેલ. ત્યારે આ વીજપોલ ઉભા કરવાની કામગીરી નબળી થઇ હોવાની ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. અને આ વીજપોલ ઊના ટીંબી સુધી હાઇવે પર કામગીરી થયેલ તેમાં પણ નબળી કામગીરી થઇ હોય એ વાતને નકારી શકાતી નથી. અને કાણકબરડા જતાં રોડ પણ વીજપોલ ધરાશાઇ થવાથી લોકોમાં ભય ફેલાયેલ છે. જોકે ચોસામાની શરૂઆત અને પ્રથમ વરસાદમાં અને ભારે પવનના કારણે ધરાશાઇ થઇ થયેલ છે. ત્યારે હાઇવે પર પીજીવીસીઅેલ દ્વારા અનેક વીજપોલ ઉભા કરવામાં આવેલ તે પોલ નબળી કામગીરી થઇ હોવાના કારણે ધરાશાઇ થશે તો મોટી દુર્ધટના પણ સર્જાય તેમ હોય ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. કાણકબરડા ગામે રહેતા અરવિંદભાઇ ભીમજીભાઇ ડાંગોદરાના કાચુ નળીયા વાળા મકાન ભારે પવન અને વરસાદનના કારણે ધરાશાઇ ગયેલ છે. તસ્વીર - જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...