તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીરમાં 3 ગ્રામ હિમોગ્લોબિન ધરાવતા બાળકને નવજીવન મળ્યંુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત મેડિકલ ઓફિસર દ્વારા માત્ર 3 ગ્રામ હિમોગ્લોબીન વાળા બાળકને વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના સેવા વિસ્તારમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત મેડિકલ ઓફિસર દ્વારા મળી આવ્યો હતો. આથી 8 વર્ષના બાળકની તાત્કાલિક વિરમગામના નાઇસ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મળતા તેને નવજીવન મળ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, બાળકના શરીરમાં 12 ટકા લોહીની જરૂર હતી. પણ પિતા ન હોવાથી અને માતા મજૂરી કરતી હોવાથી જરૂરી પોષણક્ષમ આહાર તેને મળતો ન હતો. આ અંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણીએ જણાવ્યુ હતુ કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત મેડિકલ ઓફિસર દ્વારા 28મી ડિસેમ્બરે પ્રાથમિક શાળા ગોરૈયામાં એક બાળક નામ વાઘરી નીતિનભાઈ કરશનભાઈ (ઉં 8 વર્ષ), હિમોગ્લોબીન ની તપાસ કરતા 3 ગ્રામ જાણવા મળેલ હતુ. નીતિન ના પિતા મરણ પામેલ છે તેના પાંચ ભાઈ બહેન છે તેની માતા અને ભાઈઓ ખેત મજૂરી એ જઈ પોતાનું ગુજરાન ચલાવે છે. 3 જાન્યુઆરીએ મેડીકલ ઓફિસર દ્વારા નીતિનના ઘરની મુલાકાત લેતા ગંભીર સ્થિતિ સામે આવી હતી. આથી બાળક સાથે તેની માતા જ્યાં ખેતરમાં કામ કરતી હતી ત્યાં જઈ લોહીની ટકાવારી ઓછી હોવાથી સારવાર કરવા એનઆરસીમાં દાખલ થવા સમજાવ્યું હતું. અનુસંધાન પાના નં. 3 પર...

3 ટકા શરીરમાં લોહી હોવાથી જરૂરી સારવાર મળતા બાળકને નવજીવન મળ્યું હતું.તસવીર-જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...