ધ્રાંગધ્રામાં વ્યાજનાં પૈસા મુદ્દે 2 યુવાનો પર 6 શખ્સનો હુમલો

Dhrangadhra News - a 6 person attack on 2 youths in dhangadhra over interest money issues 062516

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:25 AM IST
ધ્રાંગધ્રાના કસ્બાશેરીમાં રહેતા બે શખ્સો ગુરૂકુળ બાઈપાસે નીકળ્યા હતા. ત્યારે 6 શખ્સો હથીયારો સાથે આવી વ્યાજના પૈસા બાબતે બોલચાલી કરી હુમલો કર્યો હતો. ધ્રાંગધ્રાના કસ્બાશેરીમા રહેતા અશોકભાઈ શંકરભાઈ પટેલે દેવશીભાઈ રબારી પાસેથી વ્યાજે નાણા લીધા હતા. તે વ્યાજ સહિત ચુકવી દીધા હતા. તેમ છતાં દેવશીભાઈએ નાણાની ઉઘરાણી કરતા હતા. ત્યારે અશોકભાઈ શંકરભાઈ પટેલે અને તેમનો મિત્ર મયુદીનભાઈ મંડલી હળવદ રોડ પર ગુરૂકુળ બાઈપાસે નીકળ્યા હતા. ત્યારે દેવશીભાઈ રબારી, બાબાભાઈ રબારી, મહેશભાઈ રબારી, મેરાભાઈ રબારી, બળદેભાઈ રબારી અને પ્રવીણભાઈ રબારી ધારીયાએ પાઈપ,ધોકા જેવા હથીયાર સાથે આવ્યા હતા. ત્યારબાદ અશોકભાઈ અને તેમના મિત્ર મયુદીનભાઈ મંડલી પર વ્યાજના નાણા બાબતે બોલચાલી કરી ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. જેમાં ફેકચર થતાં બંને શખ્સોને સારવાર માટે ખસેડાયા હતા. સીટી પોલીસ દ્વારા છ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ કરાઇ રહી છે.

X
Dhrangadhra News - a 6 person attack on 2 youths in dhangadhra over interest money issues 062516

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી