તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળનાં ભીડિયામાં 10 દિ’ના બાળકને કૂતરાએ ફાડી ખાધું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેરાવળના નવાપરા વિસ્તારમાં રહેતા કમલેશભાઇ સીકોતરીયાને ત્યાં 10 દિવસ પહેલા પુત્રનો જન્મ થયો હતો. ત્યારે ઘરનાં બીજા માળે આ પુત્ર ઘોડીયામાં સુતો હતો. ત્યારે ઓચિંતા કુતરૂ ચઢી આવ્યું હતું અને બાળકને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ દ્રશ્ય જોઇ પરિવાર હેબતાઇ ગયો હતો. અને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. જયાં તેની હાલત નાજુક જણાતા તેને રાજકોટ રીફર કરાયું હતું. જોકે તે રાજકોટ સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. આમ કુતરાને કારણે બાળકને જીવ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોનાં જણાવ્યાં મુજબ આ વિસ્તારમાં કુતરાઓનો ખુબ
ત્રાસ છે.

અન્ય સમાચારો પણ છે...