Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલા-લીંબડીના સેવાસેતુમાં 999 અરજીઓનો નિકાલ કરાયો
ચોટીલાના ગોલીડા ગામે 522 અને લીંબડીમાં 477 સહિત કુલ 999 અરજીઓનો સેવાસેતુના કાર્યક્રમમાં નિકાલ કરાયો હતો. આ સેવાસેતુ થકી અનેક લોકોના પ્રશ્નો હલ થતા આનંદ ફેલાયો હતો.
ચોટીલા|ચોટીલા તાલુકા ભેટસુડા, વડાળી, મોણપર, પીપળીયા સહિત ગોલીડા ગામે સ્થાનિક કક્ષાએ જરૂરી સેવાઓનો લાભ લોકોને મળી રહે તેવા હેતુથી આ પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી આર.બી.અંગારી, મામલતદાર પી.એલ.ગોઠી, તાલુકા વિકાસ અને શિક્ષણ અધિકારી સહિતના તમામ અધિકારો સાથે ભાજપના મેરુભાઈ, સુરેશભાઈ, શૈલેષભાઇ તેમજ ભાજપ હોદેદારો અને કાર્યકર્તાઓ, સરપંચ, તલાટી સહિત ગ્રામજનોની હાજરીમાં ખુલ્લો મુક્યો હતો. અને કાર્યક્રમ આધાર, રેશનકાર્ડ, માં અમૃતમ, આયુષમાન સહિતના કાર્ડ તેમજ 522 જેટલી અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.અને પ્રાંત અધિકારી તેમજ મામલતદારે 5 વિધવા સહાય તેમજ 5 વૃદ્ધ સહાયના પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા.
લીંબડી | લીંબડી સુધરાઈ તંત્ર દ્વારા મામલતદાર મહાવીરસિંહ રાણા, નાયબ મામલતદાર આર.એલ.ચૌહાણ, પાલિકાના સદસ્યો સહિતનાઓની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય લક્ષી રસીકરણ, હેલ્થ વેલનેશ કાર્ડ, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, અધાર કાર્ડ, મા અમૃતમ્ કાર્ડ, રાશન કાર્ડમાં સુધારો, વિધવા, વૃદ્ધ સહાય કે પેન્શન યોજના સહિત 477 અરજીનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.