તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસણવેલ ગામ પાસેથી 96 બોટલ દારૂ ઝડપાયો,1ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિસણવેલ રાતડાસીમ વિસ્તારમાં રહેતો વિજય ડાયા ચુડાસમા નામનો શખ્સ પોતાના બાઈકમાં વિદેશી દારૂ લઈ જઈ રહ્યો હોવાની બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી હતી અને વિજયને અટકાવી તપાસ કરતા તેમની પાસેથી 96 બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી પોલીસે બાઈક,મોબાઈલ સહિત રૂ.30,600 નો મુદ્દામાલ કબ્જે કરી આ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.અને આ દારૂ ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે માણાવદર મિતડી રોડ કોઠારીયા ગામ જતા રસ્તા પર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન મિતડી ગામના હરેશ વજસી દિવરાણીયાને વિદેશી દારૂની 1 બોટલ સાથે ઝડપી લીધો હતો અને તેમના વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો